કોરોનાના મોટાભાગના દર્દીઓ ઈટાલીથી આવ્યા છે, રાહુલની પણ તપાસ થવી જોઈએ-હનુમાન બેનીવાલ

આજે લોકસભામાં રાજસ્થાનના નાગોરના સાંસદ હનુમાન બેનીવાલે કહ્યું કે ભારતમાં કોરોના વાઈરસના સૌથી વધુ દર્દીઓ ઈટાલીથી આવ્યાં છે. જેથી કરીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પરિવારની તપાસ થવી જોઈએ. આ વાત પર લોકસભામાં હોબાળો મચી ગયો હતો.

કોરોનાના મોટાભાગના દર્દીઓ ઈટાલીથી આવ્યા છે, રાહુલની પણ તપાસ થવી જોઈએ-હનુમાન બેનીવાલ

નવી દિલ્હી: એક બાજુ કોરોના વાઈરસ (Corona virus) થી જ્યાં આખી દુનિયામાં હડકંપ મચ્યો છે, દેશ વિદેશમાં તેના નિત નવા મામલા સામે આવી રહ્યાં છે તે દરમિયાન રાજકારણમાં પણ હવે કોરોનાનો પગપેસારો થઈ ગયો છે. આજે લોકસભામાં રાજસ્થાનના નાગોરના સાંસદ હનુમાન બેનીવાલે કહ્યું કે ભારતમાં કોરોના વાઈરસના સૌથી વધુ દર્દીઓ ઈટાલીથી આવ્યાં છે. જેથી કરીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પરિવારની તપાસ થવી જોઈએ. આ વાત પર લોકસભામાં હોબાળો મચી ગયો હતો. તરૂણ ગોગોઈ સહિત 15-20 સાંસદો વેલમાં આવીને હંગામો મચાવવા લાગ્યા હતાં. કોંગ્રેસી સાંસદોએ કાગળ ફાડીને અધ્યક્ષના ટેબલ તરફ ફેંક્યા હતાં. પરિણામે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. 

આ અગાઉ દિલ્હીથી ભાજપના સાંસદ રમેશ બિધૂડીએ બુધવારે કહ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ કોરોના વાઈરસના કારણે અપનાવવામાં આવનારી અલગ થલગ રહેવાની પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ અને પોતાની તપાસ કરવી જોઈએ. બિધૂડીએ સંસદ બહાર રાહુલ ગાંધીને અન્ય કોંગ્રેસી નેતાઓ સાથે જોયા બાદ કહ્યું કે રાહુલ ગાંધી હાલમાં જ ઈટલીથી પાછા ફર્યા છે. મને નથી ખબર કે એરપોર્ટ પર તેમની તપાસ થઈ કે નહીં. તેમણે પોતાનુ મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ. જેથી કરીને ખબર પડે કે આ જીવલેણ બીમારીનો તેમને ચેપ લાગ્યો છે કે નહીં. 

બિધૂડીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે પણ કોરોના વાઈરસ અંગે વાત કરી છે કારણ કે તે ખુબ ગંભીર મામલો છે. આ બાજુ ભાજપની મહારાષ્ટ્ર શાખાએ રાહુલ ગાંધીની એક ટ્વીટનો જવાબ આપતા તેમને થાઈલેન્ડ કે ચીનના પ્રવાસ દરમિયાન સુરક્ષિત રહેવાની અને પોતાનું ધ્યાન રાખવાની સલાહ પણ આપી દીધી હતી. અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધીએ સિંગાપુરના વડાપ્રધાનનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ કોરોના વાઈરસથી બચવાની જાણકારી આપી રહ્યાં છે. આ ટ્વીટમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાનને લખ્યું હતું કે કોરોના વાઈરસના પડકાર પર દરેક ભારતીયનું ધ્યાન કેન્દ્રીત કરે. તેમણે આ સાથે એક વીડિયો શેર કર્યો હતો. 

જુઓ LIVE TV

જેના પર ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્ર શાખાના અધિકૃત ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરીને જણાવાયું કે આપણા વડાપ્રધાન સંપૂર્ણ રીતે સુનિશ્ચિત કરશે કે કોઈ પણ વાઈરસ, પછી ભલે તે કોરોના વાઈરસ હોય કે કોંગ્રેસ, ભારત પર પ્રભાવ ન કરી શકે. આથી ચિંતા ન કરો અને તમારી રજાઓ વીતાવો. થાઈલેન્ડ કે ચીનનો પ્રવાસ કરો તો સુરક્ષિત રહો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news